Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નર્મદા નદી અને દેશભકિતની થીમ આધારિત સાંસ્કૃતિક નૃત્ય-દેશભકિત ગીતો-લોકગીતોનો કાર્યક્રમ યોજાયો.

Share

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલા નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નર્મદા નદી અને દેશભકિતની થીમ આધારિક સાંસ્કૃતિક નૃત્ય-દેશભકિતના ગીતો- લોકગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નદી ઉત્સવ અંતર્ગત નારાયણ વિધા વિહાર- ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની યોજાયેલી ચાર વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, બે મિનિટનો સંવાદ, ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને દેશભકિતના થીમ પર સ્ટોરી ટ્રેલીંગ યોજાઇ હતી જેના માધ્યમિક/ઉ.મા વિભાગ તથા પ્રાથમિક વિભાગના ૨૪ જેટલા વિજેતા સ્પર્ધકોને જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, આમોદના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી પ્રિતેશ પટેલ, કાર્યપાલક ઇજનેર ડી.કે.પટેલ, ચીફ ઓફીસર સંજયભાઇ સોની સહિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆએ રાજય સરકાર દ્વારા નદી ઉત્સવ ઉજવણીના નવતર અભિગમને બિરદાવતા કહયું હતું કે આપણી નૈતિક ફરજ સમજી ર્માં નર્મદા નદીના કિનારા સાફ-સફાઇ થાય, નર્મદા માતાની શ્રધ્ધાને જાગૃત કરવા અને સ્વચ્છતા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારતની સાથે સ્વચ્છ નદીઓ કેવી રીતે થાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ તબકકે નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સૌએ સંકલ્પ લીધા હતા. ત્યારબાદ જાનકી મીઠાઇવાલા તેમજ ત્રિશા વ્યાસના કલાવૃંદો દ્વારા નર્મદાની મહત્તા દર્શાવતા સાંસ્કૃતિક નૃત્યો રજુ કર્યા હતા. તથા દેશભકિતના ગીતો-લોકગીતો પણ રજુ થયા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, નાયબ કાર્યપાલક ઇજનેર
ચોટલીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટૃ, સિંચાઇ વિભાગના અધિકારી- કર્મચારીઓ, રમતગમત, શિક્ષણ સહિત સંકલનના અધિકારીગણ, વિધાર્થીઓ, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના લિંકરોડ ઉપર આવેલ મંદિર ના તાળા તોડી દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરનાર મુખ્ય આરોપી પોલીસના સકંજામાં આવી ચઢ્યો હતો……….

ProudOfGujarat

વડોદરા : ઇકો ગાડીના સાયલેન્સરોની ચોરી કરનાર બે આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ભરૂચ : મહાદેવનગર સોસાયટીમાંથી રૂ. 13 લાખથી વધુનાં દારૂનાં મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનાં 2 ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!