Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે સવારે નર્મદા પાર્ક ભરૂચ ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ હતી, જેનું ભરૂચના પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ તેમજ મહાનુભાવોએ દિપ પ્રજવલન કરી શિબિરને ખુલ્લી મુકી હતી.

આ વેળાએ ઉપસ્થિત સૌએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા. ગાયત્રી પરિવાર તથા તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ દ્વારા મંત્રોચ્ચાર સાથે યોગાની શરૂઆત કરાવી હતી. યોગ કોચ દ્વારા યોગ કરાવ્યા હતા.

પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિએ જીવનમાં યોગનું મહત્વ સમજાવતાં જીવનમાં હંમેશા ફીટ, સ્વસ્થ, તંદુરસ્ત રહેવું હોય તો નિયમિત યોગ કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. દરેક રોગનું નિરાકરણ યોગ હોવાનું જણાવી કરો યોગ – રહો નિરોગનો સંદેશ આપ્યો હતો. નર્મદા પાર્ક ભરૂચ ખાતે યોજાયેલા યોગા અને મેડીટેશન શિબિરમાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ પ્રિતેશ પટેલ, જળ સંપત્તિ વિભાગ, ગાયત્રી પરિવાર, બ્રહ્માકુમારી પરિવાર, તપોવન આશ્રમ ભરૂચ, એન.સી.સી. કેડેટ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

એશિયન જિમ્નાસ્ટિકની મિક્સ ડબલમાં સુરતના ભવ્યાન્શુ અને પ્રકૃતિએ મેળવ્યો ગોલ્ડ મેડલ…

ProudOfGujarat

અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.3 લાખથી વધુ મત્તાની ચોરી.

ProudOfGujarat

જુનાપોરા ગામની સીમમાં આવેલા શેરડી ખેતરમાંથી અજગર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!