Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના પરીએજ ગામ નજીક આવેલી હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિ દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પરીએજ ગામ નજીક સુપ્રસિધ્ધ હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિની દરગાહ આવેલી છે. જે દરગાહ શરીફની સંદલ શરીફની વિધિ સાદગી પૂર્વક સંપન્ન કરાઇ હતી. વર્ષોવર્ષ દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિમાં મોટી સંખ્યામાં દરેક ધર્મના શ્રદ્ધાળુઓ ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હોય છે પણ છેલ્લા બે વર્ષથી વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે સંદલ શરીફની વિધિમાં ફક્ત દરગાહના ખાદીમોએ હાજર રહી જરૂરી વિધિ પૂર્ણ કરી હતી. સરકારની કોરોના ગાઈડ લાઇન મુજબ સંદલ શરીફ પ્રસંગે દરગાહમાં જાહેર જનતાને ભેગા થવાની મનાઈ ફરમાવી હતી. જેને કારણે દરગાહના ટ્રસ્ટીઓએ ફક્ત દરગાહના ખાદીમોએ સાદગી પૂર્ણ માહોલમાં વિધિ સંપન્ન કરી હતી. દરગાહના ટ્રસ્ટીઓએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા બદલ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

કડકડતી ઠંડીમાં ગિરનાર આરોહણ-અવરોહણની રાજ્ય કક્ષાની રોચક સ્પર્ધા : 1471 સ્પર્ધકો દોડ લગાવશે

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય પોલીસે વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરનાર ષડયંત્રનો પર્દાફાસ્ટ કર્યો.

ProudOfGujarat

પ્રાઇમ વિડિયોએ તેની પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ મૂવી મજા મા ની જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!