Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોંગ્રેસનાં 137 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

Share

દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો 28 ડિસેમ્બરના રોજ 137 મો સ્થાપના દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના અનેક વ્યક્તિઓએ આઝાદી માટે પોતના પ્રાણ ન્યોછાવાર કરી દીધા હતા. ત્યારે 137 માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરી ભરૂચ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠી વાલા, ઇબ્રાહિમ કલકર સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષની સ્થાપના 28 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઇમાં ગોકુલદાલ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે થઇ હતી. કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા. કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજી પણ હાજર હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકા દ્વારા ખિચડી કૌભાંડ અને ડમ્પીંગ સાઈડ પરનાં કેમિકલ કચરા નિકાલ મામલે કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળે પાલિકામાં અધિકારી અને પદાધિકારીને રજુઆત કરી.

ProudOfGujarat

આમોદ તાલુકા ના સરભાણ ગામ પાસે ઢોર ચરાવવા બાબતે સિમરખા અને રબારી સમાજ વચ્ચે થયેલ મારામારી 5 વ્યક્તિ ઓને ઇજા 3 વ્યક્તિ ઓ ગંભીર

ProudOfGujarat

વાગરા: વોરાસમની ગામે એકજ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો, જાનને ખતરો મહેસૂસ થતા ભોગ બનનાર પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો..*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!