Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીના સાંનિધ્‍યમાં ભરૂચમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર રજત જયંતિ મહોત્‍સવ તા.૦૮ માર્ચ – ૨૦૧૮ ગુરૂવારે પ્રારંભ

Share

ઉત્તમ શિક્ષણથી જ ઉત્તમ જીવનવિકાસ સધાય એવી આપણી અખંડ શ્રધ્‍ધા છે. એને અનુસરીને કેળવણીના ક્ષેત્રમાં કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ એક જ સંકુલમાં ઉપલબ્‍ધ બનાવવા પૂણ્‍ય સલિલા માં નર્મદાના સાંનિધ્‍યમાં શાંત, પવિત્ર, પ્રેરમ અને રમણીય વાતાવરણમાં સંસ્‍કારસિંચનની પ્રવૃતિઓ સભર વિદ્યાસંકુલ તપોવનનો ૧૯૯૩ માં ઉદય થયો, તપોવન પોતાની ઉજ્જવળ અને યશસ્‍વી કારકિર્દીના ૨૫ મા વર્ષમાં પ્રવેશની ઉજવણી તા.માર્ચ-૨૦૧૮ ને ગુરૂવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે તપોવન સંકુલ નિલકંઠેશ્વર મહાદેવ રોડ, સરદાર બ્રીજ પાસે, ઝાડેશ્વર ભરૂચ ખાતે ગુજરાત રાજ્‍યના માન. રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીજી અને પરમ પ્રમાણ દર્શનાલમ, પારડીના સ્‍વામિનીશ્રી સત્‍પ્રિયાનંદજીની ઉપસ્‍થિતિમાં રજત જયંતિ મહોત્‍વનો પ્રારંભ કરી રહેલ છે.

નાગરિકો, યુવાનો અને બાળકો માટે રાષ્‍ટ્રીય ચારિચત્ર્યનું નિર્માણ કરવા, શાળા-કોલેજ, રમતગમત અને આરોગ્‍ય તેમજ પર્યાવરણ વિષયક વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું આયોજન છે. ભરૂચ અને તેની આજુબાજુનો વિસ્‍તાર ખૂબ ઝડપથી ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહ્‍યો છે. ૨૧ મી સદીમાં લઇ જનાર કોમ્‍પ્‍યુટર અને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીનું શિક્ષણ આવશ્‍યક બને છે જે ધ્‍યાનમાં રાખી ૧૯૯૯ માં ભરૂચમાં પ્રથમ સોપાન તરીકે સરકાર માન્‍ય સંલગ્ન પરમ કોમ્‍પ્‍યુટર ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી ઇન્‍સ્‍ટિટયુટની શરૂઆત થઇ આ અભ્‍યાસક્રમોમાં એનસીવીટી પેટર્નના પ્રમાણપત્રો મળે છે. જે દેશ-વિદેશમાં રોજગારી/સ્‍વરોજગારી માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. ભરૂચની તાલીમી શિક્ષણની જરૂરિયાત પૂરી કરવા ૨૦૦૨ ના વર્ષમાં એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી, મુંબઇ સંલગ્ન ૧૦૦ બેઠકો ધરાવતી પ્રથમ મહિલા બી.એડ કોલેજની શરૂઆત થઇ. ક્રમશઃ પી.ટી.સી. અને એમ.એઙના અભ્‍યાસક્રમો શરૂ થયા. આમ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ માટેના શિક્ષકો તૈયાર થવા માંડયા જેમાં આજદિન સુધીમાં ૧૫૦૦ જેટલી બહેનો શિક્ષણ ક્ષેત્રમાં પોતાની સેવાઓ પ્રદાન કરી રહી છે. સંકુલમાં ભારતીય ઋષિ પરંપરા અનુસાર માન્‍ય અને શ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી સંલગ્ન શ્રી નર્મદા સંસ્‍કૃત વેદ પાઠશાળા/મહાવિદ્યાલય કાર્યરત છે. પાઠશાળામાં પ્રથમા(એસ.એસ.સી.), માધ્‍યમા(એચ.એસ.સી.), શાષાી(બી.એ.) અને આચાર્ય(એમ.એ.) સુધીના અભ્‍યાસક્રમો ચાલે છે તેમજ ટેમ્‍પલ મેનેજમેન્‍ટ, જ્‍યોતિષવિદ્યા, વાસ્‍તુશાષા અને યોગશાષાના ડિપ્‍લોમા/સર્ટીફિકેટ કક્ષાના કોર્સીસ પણ ઉપલબ્‍ધ છે. ૧૦૦ જેટલા ઋષિકુમારો પઠન-પાઠન કરી સંસ્‍કૃત અને સંસ્‍કૃતિના જતન-સંવર્ધન માટે સતત પ્રયત્‍નશીલ છે. તેઓને ભણવા-રહેવા-જમવાની તમામ સુવિધા નિઃશુલ્‍ક સંસ્‍થા તરફથી પૂરી પાડવામાં આવે છે. વધતા જતા વેપાર ઉદ્યોગને આવશ્‍યક યુવાનો વાણિજ્‍યના અભ્‍યાસક્રમથી મળી રહે તે હેતુથી અંગ્રેજી મધ્‍યમની બી.કોમ. કોલેજ દીજ્‍યોતિ કોલેજ ઓફ કોમર્સ ચાલે છે. શિક્ષણ સાથે રમત સમન્‍વય માટેની રાજ્‍ય સરકારની યોજના અંતર્ગત ગુજરાત રાજ્‍યના દરેક જિલ્લામાં જિલ્લા સ્‍તરની ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કુલ સ્‍થાપિત કરવાનું આયોજન છે. ભરૂચ શહેર અને જિલ્લામાં રમતગમત અને ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવા રમતવીરોની પ્રતિભાને ઉજાગર કરવા વિદ્યાર્થીઓને, યુવાનોને રમતગમતના ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમના સર્વાંગી વિકાસ માટેના ઉદ્દેશ સાથે તપોવન સ્‍પોર્ટસ સ્‍કુલનો પ્રારંભ જૂન-૨૦૧૮થી થશે. આ માટે સંકુલમાં સ્‍પોર્ટસ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસાવવાની યોજના છે. જેમાં સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, સ્‍પોર્ટસ હોસ્‍ટેલ, મલ્‍ટીપર્પઝ ગ્રાઉન્‍ડ, હોલ, સિન્‍થેટિક ટ્રેક, સ્‍વીમીંગ પુલ, ઇનડોર-આઉટડોર ગેમ માટે વિવિધ રમતોના મેદાનો વિકસાવવામાં આવનાર છે. આ સાથે સંકુલમાં ઓપન યુનિ. અભ્‍યાસક્રમ વિગેરે ૧૩ જેટલા એકમોમાં ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ લાભાન્‍વિત થાય છે. રજત જયંતિ વર્ષ દરમિયાન વ્‍યાખ્‍યાનમાળા, રમતોત્‍સવ, સેમિનાર-વર્કશોપ, સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો જેવા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Advertisement

Share

Related posts

POG.COMના અહેવાલની અસર. શહેરાનગરમાં કેરીરસ,ઠંડાપીણાની દૂકાનો પર તંત્રનો સપાટો,કેરીરસ સહિતની અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો.

ProudOfGujarat

વડોદરામાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો

ProudOfGujarat

વડોદરા : વલણ ગામે બીજો હિજામા કેમ્પ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!