Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ કરાયો.

Share

ભરૂચ રેલ્વે ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ તથા પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મુનાફ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં કરાયો હતો.

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મુનાફ પટેલે ઉપસ્થિત ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે ક્રિકેટર બનવા માટે ડીસીપ્લીન અને શિક્ષિત હોવું ખૂબ જરૂરી છે. સારા ક્રિકેટર બનવા માટે મહેનત ખુબ જરૂરી હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમીને ઉપસ્થિત ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો.

તેમણે ક્રિકેટરને આગળ લાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમારો બસ એક જ લક્ષ્ય છે કે સારો ક્રિકેટર એ મારો અને મારો એ આપણા સૌનો છે. તેમણે ક્રિકેટરોને કોચિંગ એકેડમીના માધ્યમથી ક્રિકેટનું જ્ઞાન પ્રાપ્ત કરી જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન થાય એવી ઉપસ્થિત ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ તબક્કે ભરૂચ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે રેલવેને અધિકારી અને એસોસિએશનના મેમ્બર ખેલાડીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસનાં રોજા રાખી આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

મહિસાગર વનવિભાગ દ્વારા સાસણગીરથી મગાવેલા પાંજરાની શુ છે સત્ય હકિકત.! જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!