આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર થઈ રહી છે જેના અંતર્ગત શાળાઓમાં બાળકોમાં સાંપ્રત વિશ્વમાં સફાઈ, પર્યાવરણ, પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને ધર્મ સંસ્કૃતિ સાથે દેશભક્તિનો ગુણ ખીલે અને લોકમાતા નદીઓના થઈ રહેલા અવમૂલ્યન સામે તેની સ્વચ્છતા અને પર્યાવરણની જાગૃતિ માટે ગુજરાત સરકારનાં લોકજાગૃતિ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં નદી ઉત્સવની ઉજવણી થઈ રહી છે. જેના ઉપક્રમે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જળ સંશાધન વિભાગ દ્વારા નારાયણ વિદ્યાવિહાર ભરૂચ ખાતે નદી અને પાણીની થીમ આધારિત ચિત્ર સ્પર્ધા તેમજ બે મિનિટનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્પર્ધામાં પ્રાથમિક તથા માધ્યમિક વિભાગનાં QDC અને તાલુકામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાથમિક વિભાગ માટે બન્ને સ્પર્ધામાં ૯ – ૯ એમ કુલ-૧૮ તથા માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં ૧૮ તથા બે મિનિટ ડાયલોગ ડિલીવરીમાં ૧૭ એમ કુલ- ૩૫ વિદ્યાર્થીઓએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સિંચાઈ વિભાગના અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઈ પરમાર, જયદીપભાઈ મકવાણા ઉપસ્થિતા રહ્યા હતા. ચિત્ર સ્પર્ધા માટે ઠાકોરભાઈ સાધુ, રશ્મિકાંત ત્રિવેદી તથા નાનજીભાઈ માનસુરીયા અને બે મિનિટ ડાયલોગ ડિલીવરી માટે ઋષિભાઈ દવે, પરિમલસિંહ યાદવ તથા જગદીશભાઈ પરમારે ઉપસ્થિત રહી તટસ્થ અને પારદર્શક નિર્ણય આપી નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે નદી ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બે મિનિટ સંવાદનો કાર્યક્ર્મ યોજાયો.
Advertisement