આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને ભરૂચનું સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ અને હોમિયોપેથિક મફત નિદાન સારવાર કેમ્પનું કલરવ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખાના વૈદ્ય તેમજ હોમિયોપેથી ડૉક્ટરોએ કેમ્પમાં સેવા આપી હતી.
ભરૂચ શહેરના રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળા ખાતે યોજાયેલ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ અને કવિઠાના મેડિકલ ઓફિસર અને આયુર્વેદિક ડૉ.મનીષા વાઢીયા, ડૉ.અનિલા વસાવા, ડૉ. વસંત પ્રજાપતિ, હોમિયોપેથી ડોક્ટરમાં ડૉ. કેતન પટેલ, ડૉ.રૂપલ તલાટી, ડૉ. રોશની એન્જિનિયરે સેવા આપી હતી. જ્યારે આયોજનમાં આયુર્વેદ શાખાના ચૈતન્ય શાહ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ડાયાબિટીસ, સ્ત્રી રોગ, ચામડીના રોગો, જૂની કબજિયાત, શ્વાસ, ખાંસી, શરદી, સાંધાના રોગો જેવા તમામ રોગોનું નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. કલરવ શાળામાં યોજાયેલ કેમ્પમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથિક મફત નિદાન-સારવાર કેમ્પ યોજાયો.
Advertisement