ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તાજેતરમાં ઉત્તરખંડના હરિદ્વારમાં યોજાયેલ ધર્મ સંસદમાં મુસ્લિમો સામે કરાયેલ ઉશ્કેરણીજનક ભાષણનો વિરોધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
ઉતરખંડ હરિદ્વારમાં ધર્મ સંસદ યોજાઇ ગઈ જેમાં નરસિંહાનંદ (દિપક ત્યાગી) તથા જીતેન્દ્ર નારાયણ ત્યાગી (વસીમ રીઝવી) તથા કેટલાક લોકો દ્વારા મુસ્લિમ ધર્મ સામે નફરત ફેલાવતા પ્રવચનો કરવામાં આવતા ભારતમાં રહેતા મુસ્લિમોને કતલ કરવાની અને કટ્ટરવાદી અસામાજિક તત્વો દ્વારા અપીલ કરાતા તથા હિંદુઓને હથિયાર ઉઠાવવાનું કહેતા આ વિવાદાસ્પદ ભાષણ વિષે ભરૂચના મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે તેમ જણાવી આ પરકરના વિવાદસ્પદ નિવેદનને વખોડી કાઢી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં ભરૂચ મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી, ઈંદ્રિશ પટેલ, પટેલ ઇમરાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.