ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલી વલણ હોસ્પિટલ ખાતે હાજી આદમભાઈ ખુશી પરિવાર ટંકારીયા, બોલ્ટન યુ કે, ફિરદોસ ફાઉન્ડેશન બોલ્ટન યુ કે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેમાં ૪૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડૉ. રાજેશ પટેલ તેમજ તેઓની તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી.
તેમજ જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થાય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. નેત્રરોગ નિદાન શિબિરમાં ૪૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.
યાકુબ પટેલ, કરજણ
ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ.
Advertisement