ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ રીઝવાના જમીનદાર પાસ પ્રેસિડેન્ટ પૂનમ શેઠ અને ભરૂચ પોલીસ ક્લબ દ્વારા નાઈટ સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં GJ સીક્સતીન (૧૬) પેડલર, ભરૂચ સાઇક્લિસ્ત ગ્રુપ અને ભરૂચ પોલીસ ડી સ્ટાફના જવાનો પણ જોડાયા હતા. આ સાયકલ ઇવેન્ટ ભરૂચના 5 થી 10 કિલોમીટરના એરીયા સુધી સાઇકલ ચલાવી સ્વાસ્થ્ય માટેનો ખુબ સારો એવો મેસેજ પણ પાસ કર્યો હતો. જેમાં સાયકલિસ્ટોને મેડલો આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, ૫ થી ૧૦ કિલોમીટરના સમગ્ર પ્રોગ્રામ દરમિયાન સાયકલિસ્ટોને કઈ પણ સમસ્યા ન આવે એ માટે 2 એમ્બ્યુલન્સ અને 2 ડૉક્ટરોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ASP વિકાસ સુંડા, અંકલેશ્વ DYSP ચિરાગ દેસાઈ, તેમજ નેરોલેકના CEO રાજેશભાઈ જોડાઈ સાયકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો.
Advertisement