ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર ૧,૨,૯ અને ૧૦ ના લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. સેવાસેતુ કાર્યક્ર્મ હેઠળ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના સ્થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમનું સુદ્રઢ આયોજન નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સરકારની અનેકવિધ યોજનાઓ છે જેનો લાભ સૌ જરૂરીયાતમંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુથી એક જ દિવસમાં કામગીરી પૂર્ણ થાય તે માટે સેવાસેતુના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત સુશાસન સપ્તાહ ઉજવણીની પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર-૭, કબીરપુરા ક્ષત્રિય સમાજની વાડીમાં ૬૦૦ જેટલા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને ઈ- શ્રમિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફીસર સંજય સોની, નગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ, આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતા.