વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે માહિતી આપી કે ભરૂચ જિલ્લાના રહેવાસીને વર્ષ 2022 ના શરૂઆતના મહિનામાં ખૂબ મોટી ભેટ મળે તેવી સંભાવના છે આ ભેટ એટલે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ નજીક ધમધમતી થનાર એરસ્ટ્રીપ. આ એરસ્ટ્રીપ શરૂ થતા શરૂઆતમાં કાર્ગો વિમાનોની અવરજવર થશે. ત્યારબાદ મુસાફરોને વિમાન મુસાફરીનો લાભ મળશે.
ભરૂચ નજીક હાઇવે પર અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે એરસ્ટ્રીપ શરૂ કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ જશે આ બાબતે ધારાસભ્ય દુષ્યંત પટેલે એમ પણ જણાવ્યું કે તેમણે આ વિભાગ સંભાળતા કેપ્ટન અજય ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે જેમાં જણાવ્યા મુજબ રૂ. 100 કરોડના ખર્ચે એર સ્ટ્રીપનું કામ શરૂ કરવા અંગે ટેન્ડરો અપાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.100 કરોડની ફાળવણી કરાય છે, જોકે પ્રથમ તબક્કામાં કાર્ગો સર્વિસ શરૂ કરાશે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કામગીરી શરૂ કરાશે એમ પણ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું. તેમણે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીનો આભાર માન્યો હતો.