108 ની સેવાઓ આજે સર્વશ્રેષ્ઠ સેવાઓ બની રહી છે કોઈપણ સમયે 108 ની સેવાઓ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના ૧૦૮ ના સ્ટાફે નાતાલ પર્વની ઉજવણી કરી છે.
108 ની સેવા એ આજે તમામ જગ્યાઓ પર વિશ્વાસનું પણ પર્યાય બની છે. આજે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે 108 ના કર્મચારીઓ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ બિસ્કીટ સહિતની વસ્તુઓની વહેચણી કરી નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
108 ની સેવાઓમાં દર્દીઓને તાત્કાલીક ધોરણે પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવતી હોય છે, સતત દર્દીઓના સંપર્કમાં રહેતી ૧૦૮ ની ટીમ દ્વારા આજે નાતાલ પર્વ નિમિત્તે દર્દીઓની સાથે રહીને આજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ એમ.એચ.યુ.ના pc સચિન સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરાઇ.
Advertisement