ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા પરિવર્તન પેનલના સરપંચપદના ઉમેદવારની વિજય રેલી નગરમાં નીકળી હતી. ગત ૧૯ મી ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાલેજના રમણ ભાઈ પુનાભાઈ વસાવા એ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેઓ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સંજય લલ્લુભાઈ વસાવાને પરાજય આપી વિજેતા બન્યા હતા. વિજય રેલી ડીજેના તાલે નગરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન કરી પરત ગંતવ્ય સ્થાને પરત ફરી હતી.
વિજય રેલીમાં વિજેતા સરપંચ પદના ઉમેદવાર રમણ ભાઈ પુનાભાઈ વસાવાના સમર્થકોએ ડાન્સ કરતા નજરે પડયા હતા. વિજેતા ઉમેદવારની રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરિવર્તન પેનલના કનવી નર તેમજ પુર્વ સરપંચ શબ્બીરખાન પઠાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ચૂંટણીમાં પરિવર્તન પરિવાર પેનલને ભવ્ય જીત અપાવવા બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ અમે નગરના વિકાસના કાર્યો ને પ્રાધાન્ય આપી નગરનો વિકાસ કરીશું. કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં રેલીનું સમાપન થયું હતું. વિજયી રેલીમાં મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારના સમર્થકો ઉમટી પડયા હતા.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : પાલેજમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલી પરિવર્તન પરિવારની ભવ્ય રેલી યોજાઇ.
Advertisement