Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના સાંસરોદ ગામમાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબનું બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં કિછોછવા શરીફથી પધારેલા સૈયદ હસન અશ્કરી મિયા સાહેબનું તેઓના અનુયાયીઓ દ્વારા બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નારા એ તકબીર તેમજ નારા એ રિસાલતના નારાઓથી ગામનુ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાંસરોદના પ્રવેશદ્વારથી સૈયદ હસન અશ્કરી મિયા સાહેબને ખુલ્લી જીપમાં બેસાડી ગામના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલીએ પરિભ્રમણ કરી ઐયુબભાઈ દેસાઈના ઘરે પહોંચી હતી. સૈયદ હસન અશકરી મિયા સાહેબે તેઓના અનુયાયીઓનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં અનુયાયીઓએ સૈયદ હસન અશ્કરી મિયા સાહેબ નું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. સૈયદ હસન અશ્કરી મિયા સાહેબની અનુયાયીઓએ મુલાકાત આપી ધન્યતા અનુભવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..

ProudOfGujarat

નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કવોર્ડ.

ProudOfGujarat

ભરૂચ નજીક મહત્વનો ફલાયઓવર બ્રિજ કરાયો મંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!