Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પારખેત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરીવર્તન પેનલનો ભવ્ય વિજય.

Share

ગત રવિવારના રોજ યોજાયેલી ભરૂચ તાલુકાના પારખેત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પરિવર્તન પેનલ તરફથી સઈદાબેન રોકડે ઝંપલાવ્યું હતું. તેઓએ તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને ૬૯૩ મતથી હરાવી વિજેતા બન્યા હતા. સઈદાબેન વિજેતા બનતા તેઓના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ જવા પામી હતી.

પરિવર્તન પેનલના દસ ઉમેદવારો સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી આઠ સદસ્યો વિજેતા બનતા પાર ખેત ગ્રામ પંચાયતમાં પરિવર્તન પેનલની સ્પષ્ટ બહુમતી આવી છે. સરપંચ પદના વિજેતા ઉમેદવાર સઈદાબેને ગામના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરી ગામના વિકાસના કાર્યોને આગળ ધપાવવા ખાત્રી ઉચ્ચારી હતી.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન સ્કૂલમાં તસ્કરોએ રૂ. 1.18 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

તૌકતે વાવાઝોડા બાદ ખેડૂતોને વીજ પુરવઠો ૧૬ કલાક આપવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

પ્રેમના દુશ્મનના ષડયંત્ર ને માત આપીને આખરે નિમા અને મનિષના સાચા પ્રેમની જીત થઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!