ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા લાઠીચાર્જ અને હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજે સવારે ભરૂચના સ્ટેચ્યુ બાગ ખાતે આપના કાર્યકરો દ્વારા રામધુન અને ધરણા કાર્યક્રમ યોજાયો.
ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી સંઘના યુવાનો દ્વારા કમલમ ખાતે હેડ કલાર્કની પરીક્ષામાં જે પેપર ફૂટયું હતું તેના વિરોધમાં એક આવેદનપત્ર પાઠવવા ગયા હતા જેમાં ભાજપના શાસન અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર લાઠીચાર્જ અને માર મારવામાં આવ્યો હતો જેમાં ૮૦ થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. આથી આજે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે એક દિવસના ધરણાં અને રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે સરકાર એ તાનાશાહીની સરકાર છે, ગઈકાલે જે કંઈપણ કમલમ ખાતે બન્યું તેમાં ખોટી કલમ ઉમેરી અને ભાજપના શાસન અધિકારીઓએ આમ આદમી પાર્ટીના લોકો સાથે જે ગેરવર્તણૂક કરી છે તે ક્યારેય ભૂલોમાં નહીં આવે અને ગુજરાતમાં નીડર નિષ્પક્ષ અને સંઘર્ષ સાથે આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં આદમી પાર્ટીના જયેન્દ્રસિંહ રાજ જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : આમ આદમી પાર્ટીના કાર્યકરો પર થયેલ હુમલાના વિરોધમાં રામધૂન અને ધરણાં કાર્યક્રમ યોજાયો.
Advertisement