ભરૂચ તાલુકા ના કહાન, ઝંગાર, પાલેજ, ટંકારીયા અને આમોદ તાલુકા ના આછોદ, દેનવા રૂટ પર ની અનિયમિત બસો ને સમયસર કરવા અને ખખડધજ બસો ને બદલી વ્યવસ્થીત બસો ફાળવવા તેમજ વિદ્યાર્થીઓ, મુસાફરો ને બસ પાસ કઢાવવા માં પડતી હાલાકી તેમજ બસ ડેપો માં પીવાના પાણી ની તકલીફ દૂર કરવાની માંગ સાથે આજ રોજ કોંગ્રેસ ના યુવા અગ્રણીઓ એ વિદ્યાર્થીઓને સાથે એસ.ટી ડેપો માં ડી.સી ને રજૂઆત કરી તાત્કાલિક અસરકારક પગલા લેવાય એવી માંગણી કરવામાં આવી હતી .
અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો વહેતી તકે આ સમસ્યાઓ નું ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ કોંગ્રેસ ના યુવા અગ્રણીઓ દ્વારા એસ ટી તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ચીમકી ઉચારવામાં આવી હતી.