Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી ભરૂચ પોલિટેકનીક કોલેજ ખાતે યોજાનાર હોવાથી રૂટ ડાયવર્ટ અપાયું.

Share

ભરૂચની કે.જે પોલિટેકનીક કોલેજ કે જે કોલેજ રોડ પર આવેલ છે ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજવામાં આવેલ હોય ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલ વાહનો સિવાય અન્ય વાહનો માટે તા 21/12/21 ના મંગળવારે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની વિગત જોતા જાહેરનામામાં જણાવ્યું છે કે , તારીખ 21/12/21 ના રોજ સવારના ૦૬:૦૦ કલાકથી રાત્રીના 10 કલાક સુધી નેશનલ હાઈવે નં. ૮ ઉપર શીતલ સર્કલથી કે.જે.પોલીટેકનીક કોલેજ સુધીના રોડ ઉપર તેમજ ભોલાવ ઓવરબ્રીજ પશ્ચિમ દિશા ( જૂની મામલતદાર કચેરી ) તરફથી આવતા વાહન વ્યવહાર માટે, તેમજ એ.બી.સી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ ઉપર જતાં મોટા વાહનોની અવર – જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. રસ્તો બંધ થતા અપાયેલ ડાયવઝૅન ની વિગત જોતા શીતલ સર્કલથી એ.બી.સી સર્કલ જતાં વાહનો પર પ્રતિબંધ મુકતા સદર વાહનો શીતલ સર્કલ થઈ કસક સર્કલ થઈ ઝાડેશ્વર રોડ પરથી જયોતિનગર થઈ ધર્મનગર થઈ અવધૂત નગર સોસાયટીથી કે.જે.પોલીટેકનીક કોલેજની ઉત્તર દિશામાં આવેલ નારાયણ કોમ્પલેક્ષની બાજુમાંથી આવેલ રસ્તા ઉપરથી એ.બી.સી. સર્કલ તરફ જઈ શકશે અને એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રીજ ઉપર જતાં મોટા વાહનો ઉપર પ્રતિબંધ મુકતા મોટા વાહનો જેવા કે બસ, લકઝરી, ટ્રક જેવા મોટા વાહનો એ.બી.સી સર્કલથી નર્મદા ચોકડીથી ને.હા.નં.૮ થી અંકલેશ્વર તરફ જઈ શકશે. તેમજ નાના વાહનો ટુ વ્હીલર, ફોર વ્હીલર જેવા ફકત નાના વાહનો બાજુમાંથી પસાર થતાં રોડ પરથી અવધૂત નગર સોસાયટીથી ધર્મનગર થઈ જયોતિનગર પાસેથી કસક સર્કલ થઈ શીતલ સલથી નર્મદા મૈયા બીજ ઉપર જઈ શકશે અને ભોલાવ ઓવરબ્રિજ પશ્ચિમ દિશા ( જૂની મામલતદાર કચેરી ) તરફથી જુના નેશનલ હાઈ – વે નં .૦૮ ઉપર આવતા વાહનો ઉપર પ્રતિબંધ રાખતા તેઓ ભોલાવ ઓવરબ્રિજ નીચે થઈ પોલીટેકનીક કોલેજથી જમણી બાજુના રોડ ઉપરથી સ્ટેશન સર્કલ થઈ કસક સર્કલ થઈ શીતલ સર્કલ તરફ આવર – જવર કરી શકશે તેમજ પોલીટેકનીક કોલેજથી ડાબી બાજુના રોડ ઉપરથી નંદેલાવ ઓવરબ્રીજ થઈ એ.બી.સી. સર્કલ થઈ જના ને.હા. વે નં. ૦૮ પર આવર – જવર કરી શકશે. આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જાહેરનામા દ્વારા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

માંગરોળ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક-319 માં દ્વિદલ કાર્યક્રમ સંપન્ન થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!