– કોઈ સેવા ભાવિ સંસ્થા મદદે ના આવી.
પશુઓ માટે આશીર્વાદ સમાન 1962 એનીમલ હેલ્પલાઇન નંબર અકસ્માતમાં ઘાયલ થયેલી ગાયનો જીવ બચાવ્યો હતો. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ ચાલતું અને gvk ઈ એમ આર આઈ દ્વારા સંચાલિત 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા ભરૂચ જિલ્લાની કરુણા એમ્બ્યુલન્સને કેસ મળતા ડોક્ટર નીરવ પટેલ તથા પાયલોટ હિંમતસિંહ આ કેસમાં જવા નીકળી ગયા હતા. અક્ષય પટેલ નામના વ્યક્તિ 1962 એનીમલ હેલ્પલાઇન પર કોલ કર્યો હતો તેમના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઇવે નંબર 8 વિકાસ હોટલ અંકલેશ્વર રોડ પાસે એક ગાય ગંભીર હાલતમાં પડી હતી ડોક્ટરે તપાસ કર્યા બાદ જાણ્યું કે ગાયના પગમાં ફેકચર હતું, ગાય પોતાના પગ પર ઉભી રહી શકતી નહોતી તથા તેને ચાલવામાં પણ તકલીફ થતી હતી પગમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. ઘટના સ્થળે તાત્કાલીક ઘાયલ પગની સારવાર કરવામાં આવી હતી.
આમ અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ 1962 એનીમલ હેલ્પલાઇન નો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી અબોલા પશુઓનો જીવ બચાવવા માટે મદદરૂપ થવા અપીલ કરવામાં આવે છે. પાયલોટ અને કોલર તથા બીજા વ્યક્તિઓની મદદથી ડોક્ટરે ગાયના પગનું ડ્રેસિંગ કર્યું તથા પગમાં પાટો મારી ગાય માતાને દુખાવામાંથી રાહત અપાવી.