આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ જીલ્લા દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં સમગ્ર વિશ્વ અને દેશમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિ અંગે જણાવવામાં આવ્યું હતું સાથે જ હાલની પરિસ્થિતીની છણાવટ કરવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી કે તબલિગી જમાત, જમાત એ ઉલેમા એ હિંદ અને દારૂલ ઉલૂમ દેવબંદ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ જમાત એ ઉલેમા એ હિંદ, દારૂલ ઉલૂમ દેવબંદ અને તબલિગી જમાત સાથે સંબંધિત બધા લોકોની ધરપકડ કરી કડક પગલાં ભરવામાં આવે. આ ઉપરાંત જેટલા પણ મદ્રેસા આવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે તેમણે બંધ કરવા આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ સંસ્થાઓ સાથે સંકળાયેલ મૌલવીઓ સામે પણ કાયદેસર પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. દેશ તેમજ વિશ્વમાં ચાલતા આતંકવાદની ઘટનાઓ અંગે આવેદનપત્રમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. સેજલ દેસાઇની આગેવાનીમાં આ આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.
ભરૂચ : જમાત એ ઉલેમા એ હિંદ, દારૂલ ઉલૂમ દેવબંદ અને તબલિગી જમાત પર પ્રતિબંધ મૂકવા અંગે આવેદન પાઠવાયું.
Advertisement