સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં નાના પાયા પર કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું જાહેર કરાયું છે જેમાં અસંગઠિત વર્ગમાં આવતા લોકોને લાભ આપવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી ઓટો રિક્ષા ચલાવતા ચાલકોને કાર્ડ બનાવી આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં નાના એકમોમાં કામ કરતાં લેબર વર્કર તેમજ જય ભારત ઓટોરિક્ષા એસોસિયેશન અને આરટીઓ કચેરીના ઉપક્રમે જિલ્લાના તમામ ઓટોરિક્ષા ચાલકો માટે આજે અને આવતીકાલે સવારે 10:00 વાગ્યે ઇશ્રમ કાર્ડ બનાવી આપવા માટેનું આયોજન ભરૂચ આરટીઓ અને લેબર કચેરીના અધિકારીઓની સાથે રાખીને કરવામાં આવ્યું છે તો આ તકે જે કોઈપણ ઓટોરિક્ષા ચાલકો હોય તેમને પોતાનું ઇશ્રમ કાર્ડ બનાવવા માટે ભરૂચ આરટીઓ અને જય ભારત ઓટોરિક્ષા અસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ અને ઉપપ્રમુખ આબિદ મિર્ઝા અને આરટીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.