Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બાર એસોસિએશનમાં પ્રથમવાર પ્રમુખની ચૂંટણીમાં પડેલ ટાઈ : બંને પ્રમુખો કાર્યરત રહેશે.

Share

ભરૂચ કોર્ટમાં જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં ગજબનો ઇતિહાસ સર્જાયો હતો. બે પ્રમુખ પદના ઉમેદવારોને સરખા સરખા 271 મત મળતા ટાઈ પડી હતી. બન્ને વકીલ ઉમેદવારોએ ચિઠ્ઠી ઉછાળવાની ના પાડી સમગ્ર વર્ષ સાથે રહી જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુકાન સંભાળવા સહમતી દર્શાવી હતી.

ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની વર્ષ 2021-22 ની ચૂંટણી શુક્રવારે બાર એસોસિસનની લાઈબ્રેરી રૂમમાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ગત ટર્મના પ્રમુખ અને પદ્યુમ્નસિંહ સિંધા અને અજબ સિપાઈ તેમની પેનલો સાથે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. કુલ 689 વકીલો પૈકી 573 એ મતદાન કરતા 83 ટકા જેટલું ઊંચું અને જંગી મતદાન નોંધાયું હતું. પ્રમુખ પદ માટે ગત ટર્મના પ્રમુખ પદ્યુમ્નસિંહ સિંધા સહકાર પેનલ અને અજબખાન સિપાઈ કોરોના યોદ્ધા પેનલ સાથે ચૂંટણીમાં ઝંપ લાવતાં શરૂઆતથી જ રસાકસી જોવા મળી હતી. જ્યારે ઉપપ્રમુખ માટે 4 ઉમેદવારો, સેક્રેટરીની 2 જગ્યા માટે પણ 4 વકીલો અને ટ્રેઝર માટે 2 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું હતું. જ્યારે 11 સભ્યો માટે 21 વકીલોએ દાવેદારી નોંધાવી હતી. મતદાન પૂર્ણ થયા બાદ મોડી સાંજે મતગણતરી બાદ પરિણામો જાહેર કરાયા હતા બન્ને પ્રમુખ પદના ઉમેદવારોના મતોની ગણતરીમાં 13 મત રદ થયા હતા. જ્યારે બન્નેને સરખા સરખા 271 મત મળતા પ્રમુખ માટે ટાઈ પડી હતી. જેના માટે નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળી વિજેતા પ્રમુખ જાહેર કરવાના હતા. પરંતુ
પદ્યુમ્નસિંહ સિંધા અને અજબખાન સિપાઈએ ખેલદિલી બતાવી હતી. તેઓએ ચિઠ્ઠી ઉછાળવાની ના પાડતા જ ઇતિહાસ સર્જી દીધો હતો. બન્ને પ્રમુખોએ સહમતી દાખવી એક વર્ષની ટર્મ માટે એકબીજાના સહકારથી પ્રમુખ પદ સંભાળવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે 290 વોટ સાથે ભરતસિંહ ચાવડા, સેક્રેટરી તરીકે દિનેશ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હિમાશુ પટેલ વિજયી થયા હતા. પદ્યુમ્નસિંહ સિંધની સહકાર પેનલના મોટા ભાગના વકીલ સભ્યોનો ચૂંટણીમાં વિજય થયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પાનોલી GIDC ની શુભમ કેમિકલ કંપનીમાં સેફ્ટી વિના રખાયેલું જ્વલનશીલ કેમિકલ સીઝ કરાયું.

ProudOfGujarat

સહકારી મંડળીઓની ચૂંટણીઓ કરવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલા આંદોલન પર ઉતર્યા..!!

ProudOfGujarat

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવે પરની લૂંટ અને ધાડના ગુનાનાં બે આરોપીઓને ઝડપી પાડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!