Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાઇ.

Share

ભરૂચ જિલ્લામાં બ્રહ્મસમાજ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આવી પ્રવૃતિઓમાં આરોગ્યલક્ષી તેમજ શિક્ષણલક્ષી અને સમાજ ઉપયોગી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.

રમતગમત ક્ષેત્રમાં પણ બ્રહ્મસમાજ દ્વારા પ્રવૃતિ કરાઈ રહી છે ત્યારે આજથી 2 દિવસ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અંતર્ગત ભરૂચ શહેર યુવા એકમ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત તપોવન સંકૂલ ખાતે કરવામાં આવી. ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા દ્વારા તથા શ્રી નર્મદા સંસ્કૃત વેદ મહાવિદ્યાલયના ટ્રસ્ટી દિનેશ પંડ્યા તથા ગુરૂજી દ્વારા દીપ પ્રાગટય કરી ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી.

આ પ્રસંગે સાથી નગરસેવક અને સેનેટરી ચેરમેન ચિરાગ ભટ્ટ, રમત ગમત સેલના સહ કન્વીર પ્રશાંત પટેલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષ દવે, શહેર એકમ પ્રમુખ હેમંતભાઈ, સમાજના અન્ય આગેવાનો તેમજ યુવા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વાલિયા ગ્રામ પંચાયતના વેરા વસુલ કારકુને હોદ્દાનો દુર ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી

ProudOfGujarat

નડિયાદ : પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરાયો.

ProudOfGujarat

ભરૂચનાં તાડિયા વિસ્તાર નજીક ફરાસખાનાનાં ગોડાઉનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો : એક બુટલેગરની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!