Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં આવતી કાલે યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ, મતદાનની તૈયારીઓને અપાયો આખરી ઓપ.

Share

– ભરૂચની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 5297 ઇલેક્શન અને 2127 પ્રોટેકશન સ્ટાફ 878 બુથો ઉપર બજાવશે ફરજ : જિલ્લા ચૂંટણી અધિકારી
– જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં અડધો અડધ 50 % મતદાન મથકો વિશેષ તકેદારીવાળા
– 175 અતિસંવેદનશીલ અને 259 સંવેદનશીલ પોલિંગ બુથ પર રહેશે વધારે સિક્યોરિટી
– 1862 મતપેટીઓથી યોજાનારી ચૂંટણીમાં કાઉન્ટીગ માટે પણ 865 કર્મચારીઓના ઓર્ડર કરાયા
– વિશ્વમાં કેટલાય દેશો એવા છે જેને હજી મતદાનનો અધિકાર નથી ત્યારે લોકશાહીના પર્વમાં જોડાઈ અવશ્ય મતદાન કરવા કલેકટર તુષાર સુમેરાની
ખાસ અપીલ
– ચૂંટણી પેહલા જ 62 ગ્રામ પંચાયતો બિનહરીફ સમરસ બની છે
– કાયદો-વ્યવસ્થા જાળવી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ રહેશે કટિબદ્ધ : DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક તરફ સરપંચ અને સભ્ય ઉમેદવારો વોટ મેળવવા વિકાસના વાયદાઓનો પ્રચાર-પ્રસારમાં વરસાદ કરી રહ્યાં છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રે પણ નિર્ભય, સ્વસ્થ અને શાંત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાઈ તે માટે કમરકસી છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં આવેલી 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જોકે ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવા બાદ હવે 413 ગામોમાં જ ચૂંટણી થવાની છે. જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી આપી હતી. જેમાં તેઓએ તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરી છે. દુનિયામાં હજી પણ કેટલાય લોકો છે જેઓને મત આપવાનો અધિકાર મળ્યો નથી. ત્યારે આપણને મળેલી તકને વધાવી મતદાન અવશ્ય કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સુમેરાએ જણાવ્યું હતું કે, 483 ગ્રામ પંચાયતો પૈકી 62 બિનહરીફ થતા હવે 413 ગામોમાં ચૂંટણી યોજાશે. જિલ્લામાં આ માટે કુલ 878 મતદાન મથકો અને 1862 મતપેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંત, નિર્ભય વાતાવરણમાં યોજાઈ તે માટે 5297 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે. સાથે જ સિક્યોરિટી-પ્રોટેકશન સ્ટાફ તરીકે 2127 પોલીસ જવાનો તહેનાત રહેશે. જિલ્લામાં 878 મતદાન મથકો પૈકી અડધો અડધ એટલે કે 434 વિશેષ તકેદારીના જાહેર કરાયા છે. જેમાં 175 અતિ સંવેદનશીલ અને 259 સંવેદનશીલ મતદાન મથકો છે. જે પોલિંગ બુથો ઉપર ઇલેક્શન સ્ટાફ સાથે પ્રોટેકશન સ્ટાફ વધારે ફરજ બજાવશે.

19 ડિસેમ્બરે બેલેટ પેપરથી યોજાનારી ચૂંટણીમાં મતગણતરી 21 મી એ હાથ ધરાનાર છે. જેમાં મત ગણતરી માટે 865 કાઉન્ટીગ સ્ટાફનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા સાથે મુક્ત, નિર્ભય, શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી નિર્વિઘ્ને પાર પાડવા પ્રશાસન સાથે પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ભરૂચ DSP એ પણ મતદારોને લોકશાહીના પર્વમાં જોડાઈ મતદાન અચૂક કરવા અપીલ કરી છે.


Share

Related posts

બુટલેગરો બન્યા વ્યાજખોરો – ભરૂચનાં મોટાભાગનાં લારી ધારકો ચક્રવ્યુમાં ફસાયા..?

ProudOfGujarat

પંચમહાલ : શહેરાના ચકચારભર્યા કરોડો રૂપિયાના સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર ઝડપાતા અનાજ માફિયાઓ પુનઃ ભૂગર્ભમાં.!!

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!