Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વરેડીઆ પાસેના ભૂખી ખાડીના પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનવ્યવહાર પૂર્વવત થયો.

Share

ભરૂચ તાલુકાના વરેડીઆ પાસે આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર ભરૂચ તાલુકાના વરેડીઆ પાસે ગત તારીખ ૧૩ મી ડીસેમ્બરથી ચાર દિવસ માટે ભુખી ખાડીના એક તરફના પુલનું સમારકામ ચાલતું હોવાથી એન એચ એ આઇ દ્વારા વડોદરા તરફ જતા વાહનવ્યવહાર માટે બંધ કરી માંચ ગામ પાસેથી કટ આપી પુલનું સમારકામ હાથ ધરાયું હતું.

તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતા સતત ચાર દિવસ સુધી વાહનચાલકોને ટ્રાફિક જામની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના પગલે વરેડીઆ, પાલેજ તેમજ નબીપુર તમામ લિંક રોડ પર વાહનોના ખડકલા જોવા મળતા હતા. ગતરોજ સાંજે બંધ કરાયેલા પુલ પરનું સમારકામ પૂર્ણ થતા સમારકામ થયેલો માર્ગ પુનઃ વાહનવ્યહાર માટે ગતરોજ સાંજથી જ શરૂ કરી દેતા ધીરે ધીરે ટ્રાફિક જામ ઓછો થતા આજ સવાર સુધીમાં ટ્રાફિક સંપૂર્ણ હળવો બની જવા પામ્યો હતો. વાહનવ્યવહાર પૂર્વવત થતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં વહીવટકર્તાઓની અરજી હાઇકોર્ટે ફગાવી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ : કામ અર્થે આવેલા લોકો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!