ભરૂચનાં બાબા સાહેબ આંબેડકર હૉલ ખાતે આજે તા.17/12/21 નાં રોજ પેન્શનર ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે મંડળનાં સ્થાપક અને મેનેજિંગ ડિરેકટર અભિષેક મિશ્રા તેમજ ડાયરેકટર મનમોહન પાઠક ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પેન્શનર મંડળના પ્રમુખ માનસી રાણા, ઉપપ્રમુખ પરસોત્તમ આહીર તેમજ સુરેશ બળવળ અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.
પેન્શનર મંડળની વિગત જોતાં પેન્શનર મંડળમાં 1500 થી વધુ સભ્યો છે. આ મંડળ દ્વારા 75 વધુ વર્ષની વય ધરાવતા સભ્યને શાવર અંગેની સુવિધા આપવામાં આવે છે તેમજ 80 વર્ષથી વધુના વય ધરાવતા સભ્યને સ્ટિક આપવામાં આવે છે. તેજસ્વી તારલાઓનું વખતોવખત સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મંડળ પાસે રૂ.25 લાખ કરતાં વધુ ભંડોળ હોવાના પગલે મંડળ દ્વારા પેન્શન ભવન ઊભું કરવાની ઈચ્છા છે જે અંગે સરકાર દ્વારા જમીન ફાળવાય જેની રાહ જોવાઈ રહી છે. સાતમા પગાર પંચ બાદ પેન્શન રિવિઝન અંગે વિવિધ દરખાસ્તો પણ પેન્શનર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.
ભરૂચ બાબા સાહેબ આંબેડકર હૉલ ખાતે પેન્શન ડે ની ઉજવણી કરાઇ.
Advertisement