Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા નું ભવ્ય આયોજન.

Share

ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત જીલ્લા ના વિદ્યાર્થીઓ નું સન્માન કરાયું.

Advertisement

સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી નું વિશેષ સન્માન.

ભરૂચ જીલ્લા ના પત્રકારો ના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા ભરૂચ ના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજીત મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંઘ્યા દરમ્યાન ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ નું સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આયોજન ને અને સંગઠન ની કામગીરી ને બિરદાવવા સાથે આભાર ની લાગણી વ્યકત કરી હતી.
આ પ્રસંગે ભરૂચ શહેર જીલ્લાનું નામ રમત ગમત,શિક્ષણ સહિત અન્ય પ્રવૃત્તિઓ માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ભરૂચ ના જ પત્રકાર અને બિનવારસી મૃતદેહો ને અંતિમવિધિ કરી પાંચ મહાભૂત માં વિલીન કરવાનું પુણ્યકાર્ય કરનાર ધર્મેશ સોલંકી નું પણ ધારાસભ્ય અને સંગઠન ના સભ્યો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા માં મુંબઈ ના પ્રસિદ્ધ કલાકાર પ્રિતમ શુક્લા અને તેઓ ના સાથીદારો એ જુના અને નવા ગીતો ની રમઝટ બોલાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના અધ્યક્ષા ઇન્દીરાબેન રાજ,અંકલેશ્વર નગર પાલિકા ના એજ્યુકેશન ચેરમેન ધર્મેશ મકવાણા,જાણીતા કન્સ્ટ્રકટર હેમંત પટેલ,નગર પાલિકા સભ્ય મનહર પરમાર,શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા,શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ધ્રુતા રાવલ,પૂર્વ પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને જીલ્લા ના પત્રકારમિત્રો અને સંગીતરસીકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

પાનોલી ગામ ખાતે મંદિર ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચ : લગ્નનાં માંડવે અનોખી કોમી એકતાનાં દર્શન, વાગરા ખાતે સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : ડભોઇની આયુષ સોસાયટીમાં આવેલા કાર્યાલયમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat
error: Content is protected !!