ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આવનાર પંચાયતી ચૂંટણી અંગે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જિલ્લાની કુલ 483 ગામ પંચાયતની ચૂંટણી પૈકી 62 પંચાયત બિન હરીફ થતા હવે 413 ગામ પંચાયતની ચૂંટણી યોજાશે. 878 મતદાન મથકો પર મતદાન થશે તેમજ 1862 મત પેટીઓનો ઉપયોગ કરવામાં આવશે. જયારે સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા માટે 5297 પોલીસ કર્મચારીઓ અને 2127 અન્ય કર્મચારીઓ ફરજ બજાવશે.
ભરૂચના જિલ્લા કલેકટરે એમ પણ જણાવ્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 175 અતિ સંવેદનશીલ મતદાન મથકો અને 259 સંવેદનશીલ મતદાન મથકો છે જે અંગે ખાસ સુરક્ષા અંગેની વ્યવસ્થા કરવામાં આવશે. જયારે ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે 865 કરતા વધુ કર્મચારીઓ ફરજ બજાવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
Advertisement