આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં હાડ કંપાવતી કાતિલ ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર માસના મધ્યના દિવસોમાં ભરૂચ પંથકમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળશે જે આજે તા.૧૫-૧૨-૨૧ ના રોજ લઘુત્તમ તાપમાન ૧૬ ડીગ્રી જયારે મહત્તમ ૩૧ ડીગ્રી નોંધાયુ હતુ. જયારે પવન ૧૨.૨ કી.મી. પ્રતિકલાકની ઝડપે ફૂંકાયો હતો. જયારે તા.૧૬-૧૨-૨૧ ના રોજ મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી અને લઘુત્તમ ૧૩ ડીગ્રી નોંધાશે એવી આગાહી કરવામાં આવી છે. આ સાથે પવનની ગતિ ૯.૩ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે તે સાથે તા.૧૭ ડીસેમ્બરના રોજ મહત્તમ તાપમાન પણ ઘટી ૨૮ ડીગ્રી થશે જયારે લઘુત્તમ તાપમાન ઘટી ૧૨ ડીગ્રી થાય તેવી સંભાવના છે તે સાથે પવન ગતિ ૯.૩ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી રહી છે.
જયારે શનિવાર તા.૧૮-૧૨-૨૧ ના રોજ મહત્તમ તાપમાન ૨૮ ડીગ્રી જ રહેશે જયારે લઘુત્તમ તાપમાન વધુ 1 ડીગ્રી ગગડી ૧૧ ડીગી થાય તેવી આગાહી કરવામાં આવી પરંતુ શનિવારના રોજ પવન મહત્તમ ગતિએ એટલે કે ૧૩ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડી વધુ કાતિલ બનશે તેવી આગાહી કરાઈ છે. જયારે રવિવાર તા.૧૯-૧૨-૨૧ ના રોજ શિયાળાની ઋતુનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દીવસ સાબિત થશે જેમાં મહત્તમ તાપમાન ગગડીને ૨૭ ડીગ્રી જયારે લઘુત્તમ તાપમાન ગગડીને ૧૦ ડીગ્રીએ પહોચવાની સંભાવના છે. આ દિવસે હવામાન ખાતાના જણાવ્યા મુજબ ૧૧.૧ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવી આગાહી કરાઈ છે. કાતિલ ઠંડીની આગાહીના પગલે ભરૂચ પંચકમાં શિતલહેર ફેલાઈ જશે એમ લાગી રહ્યુ છે. ભરૂચ જીલ્લામાં આવનારા દિવસોમાં ક્રમશઃ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકધારો ઘટાડો નોંધાય તેવી સંભાવના છે ત્યારે બીજી બાજુ પવનની ગતિ પણ સતત વધતી રહેશે તેથી ઠંડી ખુબ વધે તેમ જણાય રહ્યું છે.