Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી વિદ્યાધામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

મુન્શી(મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજ અને હાજી અહમદ કહાનવાલા આઈ.ટી.આઈ., સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી – ભરૂચ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી – ભરૂચના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ આજરોજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મુન્શી વિદ્યાધામ ભરૂચ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ મતદાન જાગૃત્તિ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આપણે સૌ ખુબ જ ભાગ્યશાળી છે, કે આપણે ભારત દેશના નાગરિક છીએ. આપણા દેશે આપણને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે. આપણે આપણી સ્વતંત્રતાથી આપણા પ્રતિનિધિને ચૂંટી શકીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, સ્વેપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિના કાર્યક્રમ થકી નાગરિકો વધુમાં વધુ મતદાનમાં ભાગીદાર બને, ચૂંટણીમાં પોતાનો ભાગ લે અને દેશના ભવિષ્ય માટે મતદાન કરવા અને કરાવવા તમામ નાગરિકો મતદાનમાં ભાગીદાર બને તેવી અપીલ કરી હતી. તેમણે મતદાન જાગૃત્તિ અંગે તૈયાર કરવામાં આવેલી રંગોળી અને નાટકને બિરદાવી વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક એક વિદ્યાર્થી વીસ વીસ લોકોને મતદાન મથક સુધી લઈ જઈ મતદાન કરાવે અને જાગૃતિ લાવવા જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીએ નવનિત મહેતાએ મતદાન જાગૃત્તિ અંગે જિલ્લામાં થઈ રહેલી કામગીરીને વિગતો આપી હતી. લોકોની સુરક્ષા, શાંતિ અને સલામતીને મજબૂત કરવા આપણે મતદાન કરવું જોઈએ અને કરાવવું જોઈએ તેવી અપીલ કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી યુનુસભાઈએ સ્વાગત પ્રવચન કરતાં દેશ, રાજ્ય, જિલ્લા અને ગામના વિકાસ માટે મતદાન ખુબ જ જરૂરી છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આવા કાર્યક્રમનું આયોજન ખુબ જ સરાહનીય છે.

મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓ દ્વારા બી.એડ.ની તાલીમાર્થીઓ દ્વારા મતદાન શા માટે જરૂરી છે? એ વિષયે નાટક રજૂ કર્યું હતું. મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી આરિફ બુટલેલએ ભોપાલ ખાતે યોજાયેલ ૬૪ મી નેશનલ રાઈફલ શુટીંગ ચેમ્પિયનમાં ૯૮.૨% મેળવી રીનોન રાઈફલ શુટરનું બિરુદ્દ મેળવવા બદલ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ વેળાએ હેલિકોપ્ટર અકસ્માતમાં શહિદ થયેલ સ્વર્ગીય CDS બિપિન રાવત અને દેશના જવાનો માટે બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી. અંતે આભારવિધિ સલીમભાઈ અમદાવાદીએ કરી હતી. આ કાર્યક્રમમાં મુન્શી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિધાર્થીઓ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : વ્હોરા સમની યુનાઈટેડ ટ્રસ્ટની ઉમદા સમાજ સેવા કોઈ ભૂખ્યા ન રહે તેવા ધ્યેય સાથે ચાલતી સમાજ સેવા.

ProudOfGujarat

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

વડોદરામાં ૧૨ માં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!