Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઝઘડિયાના ફૂલવાડી ગામ નજીક મીઠું ભરેલ ટ્રક પલ્ટી મારતા અફરાતફરી સર્જાઈ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારના સમયે ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી ફૂલવાડી જતા માર્ગ ઉપર મીઠું ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક અચાનક પલ્ટી મારી હતી, રસ્તા વચ્ચે ટ્રક પલ્ટી મારતા આસપાસમાં ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી.

ઘટના સ્થળે પહોંચેલ લોકોએ મામલે ક્રેનની મદદથી ટ્રકને રસ્તા ઉપરથી સાઇડ પર ખસેડી હતી, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

મહત્વની બાબતે છે કે ઝઘડિયાના અંતરિયાળ વિસ્તારો ખરાબ રોડ રસ્તાના કારણે અવારનવાર આ પ્રકારે ટ્રક પલ્ટી મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં વધુ એક ઘટના આજે પ્રકાશમાં આવી હતી, ત્યારે આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો અને ખરાબ માર્ગ પરથી પલ્ટી મારવાની ઘટનાઓ ઉપર તંત્ર કડક બની આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ આવે તેવી લોક માંગ કરી રહ્યા છે.


Share

Related posts

નેત્રંગમાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદી માવઠું થયું.

ProudOfGujarat

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

ProudOfGujarat

રાજપારડીમાં ચોરીના મોબાઇલ વેચાતા હોવાની આશંકા આ બાબતે સઘન ચેકિંગ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!