ભરૂચના ગૌરવ અપાવે તેવી ઘટના બની હતી જેમાં ભરૂચ જિલ્લાના શૂટરોએ રાજ્યમાં ભરૂચ જિલ્લાનું 100 % રિઝલ્ટ મેળવ્યું હતું. આ સિદ્ધિ માટે ભરૂચ જિલ્લા રાઈફલ કલબના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સૌને અભિનંદન પાઠવ્યા હતાં.
તાજેતરમાં 64 મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ 2021 ભોપાલ ખાતે યોજાઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણા, સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શનથી ભરૂચના સ્પર્ધકોએ નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરી ભરૂચ ડીસ્ટ્રીકનું નામ રોશન કર્યું છે. જેમાં ખુશી ચુડાસમા, પૃથ્વીરાજ રણા, ધનવીર રાઠોડ, સોમ વિશાવડિયા, અદિતિ રાજેશ્વરી, તનવી જોધાણી નેશનલ ચેમ્પિયનશીપ માટે પસંદગી પામ્યા છે. તેમજ ખુશી ચૂડાસમા, ધનવિર રાઠોડ અને સોમ વિસાવડિયા ઇન્ડિયન ટીમની ઈન્ટરનેશનલ લેવલની ટ્રાયલ માટે પસંદગી પામેલ છે જેથી જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે.
ભરૂચનું ગૌરવ : ભારતીય ટીમની ઇન્ટરનેશનલ ટ્રાયલ માટે જિલ્લાના 3 શૂટર અને રાષ્ટ્રીય સ્તર માટે માટે 7 શૂટર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Advertisement