ભરૂચ પંથકમાં દિવસે દિવસે બુટલેગરો બેફામ અને બેલગામ બની ગયા છે કાયદો કે પોલીસની ધાક બુટલેગરો પર જણાતી નથી કેટલાક સમય પહેલા પત્રકાર પર બુટલેગરોએ હિંસક હુમલો કર્યોં હતો ત્યારબાદ થોડા દિવસો બાદ તાજેતરમાં LCB ની રેડ દરમિયાન પોલીસની અટકમાંથી બચવા બુટલેગરે કાર રિવર્સમાં લઈ પોલીસ કર્મીને કચડી નાંખવાનો પ્રયાસ કર્યોં હતો જેના પગલે પોલીસ કર્મી દીપકભાઈને ઇજા પહોંચી હતી. આમ જેઓ હવામાં ઉડી રહ્યા છે તેવા બેલગામ બનેલા બુટલેગરોને કયારે કાયદાના પાંજરામાં લવાશે તે અંગે જાત જાતની ચર્ચા ચાલી રહી છે. હાલમાં LCB પોલીસે કરેલ રેડની વિગત જોતા ભરૂચ નજીક આવેલ ભોલાવ વિસ્તારમાંથી મળેલ બાતમીના આધારે LCB પોલીસે જંગી દારૂનો જથ્થો બે મોંઘી કારમાંથી ઝડપી પાડ્યો હતો. બે કાર અને વિદેશી દારૂ મળી કુલ રૂ. 8 લાખ કરતા વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યોં હતો જયારે એક આરોપીની અટક કરવામાં આવી હતી અને 5 આરોપી વોન્ટેડ જાહેર કરાયા હતાં.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી ગ્રામ પંચાયતોની સમાન્ય ચુંટણી – ૨૦૨૧ ને ધ્યાનમાં રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહીબિશન ગે.કા પ્રવૃતિ ઉપર અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ બનાવી કામગીરી કરાઈ રહી હતી દરમ્યાન બાતમીના આધારે ભરૂચ નજીક ભોલાવ ઉદ્યોગનગર ખાતે રેઇડ કરી મારૂતી સિયાઝ કાર તથા હ્યુન્ડાઇ એલેન કારમાં વિદેશી દારૂની હેરાફેરી દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ બીયર ટીન નગ -૧૦૪૪ કિંમત રૂપીયા ૧,૦૯,૨૦૦ તથા બે કાર તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિ.રૂ .૮,૨૯,૪૫૦ /- સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર ‘ સી ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો હતો. આ આરોપી ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હોય એ ડીવીઝન પો.સ્ટે.માં જાણ કરવામાં આવેલ છે. LCB પોલીસે ઝડપેલ વિદેશી દારૂ અંગે પકડાયેલ આરોપી દિવ્યેશ હરેશભાઇ કાલરીયા રહેવાસી હાલ ફ્લેટ નંબર ૧૦૭, રત્નમણી એપાર્ટમેન્ટ, કુળસદ રોડ, કીમ તા.માંગરોળ જી.સુરત મુળ રહે સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢ વોન્ટેડ આરોપીઓમાં નયન ઉર્ફે બોબડો કીશોરભાઇ કાયસ્થ રહેવાસી દાંડીયાબજાર ભરૂચ યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઇ મિસ્ત્રી રહેવાસી સમની તા.આમોદ મનીષ તથા તેની સાથેનો અજાણ્યો ઇસમ જેના પુરા નામ સરનામું મળી આવેલ નથી ઇમરાનશા ઉર્ફે મરઘી દિવાન રહેવાસી અંકલેશ્વર નવી નગરી જી.ભરૂચ અને વિરમલ ઉર્ફે વીમલભાઇ ગામીત રહેવાસી વડગામ તા.માંગરોલ જ઼ી. સુરત નો સમાવેશ થાય છે જયારે કબ્જે કરાયેલ મુદ્દામાલની વિગત જોતા વિદેશી દારૂની બોટલ અને બીયર ટીન નંગ-૧૦૪૪ કિ. રૂ. ૧,૦૯,૨૦૦/-, મારૂતી સિયાઝ ફોરવ્હીલ કિં.રૂ .૪,00,000, હ્યુન્ડાઇ એલેન્ટા ફોરવ્હીલ કિ.રૂ.3,00,000/-, ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ -૧ રૂ .૧૦,૦૦૦ /- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૮,૨૯,૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભરૂચ : બુટલેગર દ્વારા પોલીસ ધરપકડથી બચવા ફિલ્મી સ્ટાઇલથી કાર રિવર્સ લઈ પોલીસ કર્મીને કચડી નાંખવાનો પ્રયાસ.
Advertisement