Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભૂખી ખાડીનો બ્રિજ આજથી વાહનો માટે ચાર દિવસ રહેશે બંધ.

Share

• 13 થી 16 ડિસેમ્બર સુધી સમારકામને લઈને બ્રિજ બંધ રખાશે.

ભરૂચ શહેરના વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો બ્રિજ જર્જરિત બનતા તેનું તાત્કાલિક સામાર કામ કરવાની જરૂરિયાત ઉભી થતા તંત્રએ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં વરેડીયા પાસે આવેલી ભુખી ખાડી પર ભરૂચ વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપોરીંગ જરૂરી છે.

Advertisement

આથી ભુખી ખાડી બ્રીજ ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનોની અવર-જવર માટે તારીખ 13 થી 16 ડિસેમ્બર સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં.48 ના વડોદરા – ભરૂચ સેકશન ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો વડોદરાથી ભરૂચ આવતાં બ્રીજ હાઈવે પર ડાયવર્ટ કરવા પ્રોજેકટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ-વે લીનાએ ભરૂચથી વડોદરા તરફ જતાં તથા વડોદરાથી ભરૂચ તરફ અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરાશેનું જાણવા મળી રહ્યું છે.


Share

Related posts

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

સુરત ખાણ ખનીજ વિભાગના અધિકારી રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી કુસુમ બેન કડકીયા કોલેજ માં આજ રોજ વાજતે ગાજતે જન્માષ્ટમી ની ઉજવણી કરવાં માં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!