મતદાન એ ભારતના દરેક પુખ્ત નાગરિકનો હક્ક અને ફરજ છે. લોકશાહીનું જતન કરવા દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. આ સંદેશ સમાજ સુધી પહોંચાડવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી – ભરૂચના માર્ગદર્શન હેઠળ એમિટી સ્કુલમાં તા.૦૯/૧૨/૨૦૨૧ નાં રોજ પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અસરકાર સ્લોગન સાથે વિદ્યાર્થીઓએ મતદારોને જાગૃત કરતાં સુંદર ચિત્રો દોરી શાળાના પટાંગણમાં પ્રદર્શન યોજ્યું હતું જેનો લાભ શાળાના વાલીઓ અને મુલાકાતીઓએ બહોળા પ્રમાણમાં લીધો હતો.
આ પ્રદર્શન નિહાળી આગામી ચૂંટણીમાં મતદાન કરવા મુલાકાતીઓ ઉત્સાહિત થયા છે ઉપરાંત આ પોસ્ટર તથા સ્લોગનના પ્લેકાર્ડ બનાવી ધોરણ-૬ અને ધો-૭ ના આશરે ૯૦ જેટલા વિદ્યાર્થીઓની રેલી યોજી આસપાસની સોસાયટીમાં સુત્રોચ્ચાર કરી મતદાતાઓને જાગૃત્ત કર્યા હતા. આ સ્પર્ધાના આયોજન માટે શાળાના ચિત્ર અને રમતગમતના શિક્ષકોએ સુંદર આયોજન કર્યું હતું.
ભરૂચ એમિટી સ્કુલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ.
Advertisement