ભરૂચ જિલ્લામાં કોવિડ-૧૯ થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખૂબ જ સુંદર અને સુચારૂ રીતે ચાલી રહયું છે. જેમાં ભરૂચ જિલ્લામાં ૧૮ વર્ષથી વધુ વયના બાકી રહેલા પ્રથમ ડોઝના બાકી લાભાર્થીઓ તેમજ જેમનો બીજા ડોઝનો સમય પૂર્ણ થયો હોવા છતાં કોરોનાની રસીથી વંચિત રહયા હોય તેમના માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યલતંત્ર દ્વારા કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ અભિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાઈ રહ્યું છે. આ અભિયાનને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે.
આજે ભરૂચ નગરપાલિકા વિસ્તાર તથા તાલુકાના ૧૧૮ સેન્ટરો પર કોવિડ-૧૯ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ-૧૧૮ સેશન સાઇટો ઉપર ૧૬૭૩૦ વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો હતો તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં આજે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૨૫૬૮૩ વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો હતો. આ મહાઅભિયાનને સફળ બનાવવામાં આરોગ્ય વિભાગના અધિકારીગણ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીગણ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.
ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ૨સીકરણ કામગીરીમાં વધારો જોવા મળી રહયો છે. વધુમાં વધુ પાત્રતા ધરાવતાં વ્યગક્તિઓને રસીક૨ણનો લાભ આપી કોરોના વાઇ૨સનાં સંક્રમણથી બચાવવા કોવિડ – ૧૯ રસીકરણનો પ્રચાર પ્રસાર, ગૃહ મુલાકાત થકી લોકોમાં રસીકરણ પ્રત્યે જનજાગૃતિ કેળવી કામગીરી વધા૨વા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા હોવાનું જિલ્લા આરોગ્યી તંત્ર ભરૂચ દ્વારા જણાવાયું છે.