ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૯ મી ડીસેમ્બરે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૪૮૩ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેમાં સંપૂર્ણ બિનહરિફ એટલે કે સમરસ થયેલ 62 ગ્રામ પંચાયતો 62 ગામોની વિગત જોતા ભરૂચ જિલ્લાના ઝઘડીઆ તાલુકામાં ૭૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૭ ગામ સમરસ થયેલ છે. જેમાં વંઠેવાડ, મોટાવાસણા, નાનાવાસણા, ઉચ્છબ, ધારોલી, ઓર-પટાર ગૃપ, જેશપોર ગૃપ ગામોનો સમાવેશ થાય છે.
અંકલેશ્વર તાલુકામાં ૪૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૮ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેમાં અમૃતપરા, ખરોડ, હરીપુરા, પારડીઇદ્રીસ, મોતવાણ, ભાદી, છાપરા, કરમાલી ગામોનો સમાવેશ થાય છે.
હાંસોટ તાલુકાની ૩૬ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૯ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેમાં ધમરાડ, અલવા, જેતપોર, વઘવાણ, વાલનેર, દંત્રાઇ, આંકલવા, કુદાડરા, ડુંગરા ગામોનો સમાવેશ થાય છે.
વાગરા તાલુકાની ૬૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેમાં ગંધાર, બદલપુરા, નાંદરખા, સુતરેલ, પખાજણ, મોસમ, વોરાસમની, અંભેલ, વિછીયાદ, સાચણ, સારણ ગામોનો સમાવેશ થાય છે.
ભરૂચ તાલુકાની ૭૭ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૨ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેમાં ભુવા, વડવા, મહેગામ, એકસાલ, અમલેશ્વર, કેસરોલ, નવેઠા, શેરપુરા, થામ, દહેગામ, મહુધલા, દેરોલ ગામોનો સમાવેશ થાય છે.
આમોદ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેમાં ફુરચણ, ઓચ્છણ, કરેણા, અડવાલા, સીમરથા, કોલવણા, ઈખર ગામોનો સમાવેશ થાય છે.
જંબુસર તાલુકાની ૬૯ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેમાં આસનવડ, વડદલા, સામોજ, આસરસા, કપુરીયા, રૂનાડ, નહાર અને થનાવા ગામનો સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં ૪૫ ગ્રામ પંચાયત અને નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રામ પંચાયતમાં એક પણ ગ્રામ પંચાયત સમરસ થયેલ નથી. જિલ્લામાં કુલ ૬૨ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે એમ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવાયું છે.