વીજ કંપનીના ખાનગીકરણ અંગેની ચર્ચાઓ અને વિચારણા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે આજે 8/12/21 ના રોજ ભરૂચ વીજ કંપનીના ગેટ ખાતે વીજ કંપનીના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણ અંગે વિરોધ કર્યો હતો.
આ અંગે વીજ કંપનીના કર્મચારીઓના આગેવાન કે. આર પ્રજાપતિના જણાવ્યા અનુસાર રાજયમાં 5000 અને સમગ્ર દેશમાં 15 લાખ જેટલા સ્થળોએ વીજ કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રહ્યા છે. વીજ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવે તો વીજ કંપનીના કર્મચારીઓ ઉપરાંત જગતના તાત એવાં ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન થવાની સંભાવના છે. તે સાથે સાથે વીજ વપરાશકારોને પણ જો ખાનગીકરણ થાય તો વિજના ઊંચા દર ચૂકવવા પડે તેવી પરિસ્થિતિનું સર્જન થવાની સંભાવના છે. આવી પરિસ્થિતિમાં વીજ કંપનીનું ખાનગીકરણ ન થાય તે સારું જે અંગે યુનિયનના અગ્રણીઓ સાથે દેશના સત્તાધારી અગ્રણીઓએ ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવો જોઈએ તેમ તેમણે જણાવ્યુ હતું.
ભરૂચ : વીજ કંપનીનાં ખાનગીકરણ અંગે કર્મચારીઓએ વિરોધ કર્યો.
Advertisement