ભરૂચમાં અસનાવી ગામના તબેલાની એક ભેંસનું પશુચિકિત્સકએ સફળ નિદાન કર્યું છે. ભરૂચ જિલ્લાના દસ ગામ દીઠ એક પશુને કઈ ને કઈ સમસ્યાઓ થતી હોય છે જેમાં 1962 ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ડોક્ટર મહંમદ અયાજ ઈલિયાસ દ્વારા ભેંસને સારવાર આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અસનાવી ગામના સરપંચ ભોલાભાઈ વસાવાના તબેલાની એક ભેંસનો એકાએક તેનો દેહ ખસી ગયો હોય એટલે કે જનનાંગોનું મૂળ જગ્યાએથી ખસી જવું તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે પશુચિકિત્સકનો સંપર્ક કરી MVD1962 પશુ ચિકિત્સકની એમ્બ્યુલન્સને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ સાથે જ પશુ ચિકિત્સકની એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે ભેંસની સારવાર અર્થે લોકેશન પર પહોંચી ગઈ હતી જેમાં પશુચિકિત્સક ડોક્ટર મહંમદ અયાજ ઇલ્યાસ મનવા અને તેમના મદદગાર પાયલોટ દ્વારા ખડેપગે રહી ભેંસના જનનાંગોને તેની મૂળ જગ્યાએથી લાવવામાં સફળતા પૂર્વકની સારવાર આપી હતી અને ભેંસને આ પીડામાંથી મુક્તિ અપાવી હતી. આ પ્રકારનું જો કોઈ પણ પશુને કંઈ પણ તકલીફ થાય તો તેને અટકાવવાના ઉપાયો પણ પશુચિકિત્સકએ ખેડૂતોને જણાવ્યા હતા.