ભરૂચ જિલ્લાની આશા વર્કરો સાથે વખતો વખત અન્યાય થાય છે ત્યારે આશા વર્કરો દ્વારા વિવિધ સ્તરે અરજીઓ આપવામાં આવે છે. આવો જ એક દેખાવો અને હડતાળ તાજેતરમાં ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા પાસે માંડવા PHc આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલ આશા વર્કર બહેનોએ કર્યો હતો.
આશા વર્કર બહેનોના જણાવ્યા અનુસાર માંડવા PHC સેન્ટરના તબીબી અધિકારી દ્વારા આશા વર્કર બહેનોને માનસિક ત્રાસ આપવામાં આવે છે. કેટલીક આશા વર્કર બહેનોએ તો મેડિકલ ઓફિસર સામે નાણાકીય ભ્રષ્ટાચારના પણ આક્ષેપ મુકયા હતા. તે સાથે એમ પણ જણાવ્યુ હતું કે ખોટા બિલો મૂકવા અંગે ફરજ પાડવામાં આવે છે, 30 કરતાં વધુ બહેનો દ્વારા અરજી આપી ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય ખાતામાં રજૂઆત કરવામાં આવી હતી. સાથે એમ પણ જણાવ્યુ હતું કે માંડવ PHC ના મેડિકલ ઓફિસર ગમે ત્યારે મિટિંગ બોલાવીને આશા વર્કર બહેનોને કલાક સુધી બેસાડી રાખે છે પછી મિટિંગ ચાલુ કરે છે. તો આવી રજૂઆતના પગલે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આશા વર્કર બહેનોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ સમસ્યા જાણ્યા બાદ સ્થાનિક ચૂંટાયેલા આગેવાનોએ ઉપલા સ્તરે પણ રજૂઆત કર્યા હોવાનું જાણવા મળેલ છે. આ રજૂઆતમાં કેટલાક લોકોએ ગણગણાટ કર્યો હતો કે કોઈ અધિકારી નશામાં પણ આવે છે જોકે આ બાબતનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો નથી.
ભરૂચ : આશા વર્કર બહેનોનો મેડિકલ ઓફિસર સામે રોષ ભભૂકી ઉઠયો… જાણો કેમ ?
Advertisement