ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડાની જ્ઞાતિ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. હાલ આ વિવાદ અંગે નામદાર અદાલતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જેની માહિતી આપવા માટે ફરિયાદી દિનેશ ખુમાનના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ જણાવ્યુ હતું કે જીવન લોકશાહી માટે એ દિવસ કલંકરૂપ હતો જયારે કલેકટર ડી.એસ.પી. અને સરકારી વકીલ પી.એમ પરમારે બોગસ જાતિના પ્રમાણપત્રના અનુસંધાને જેના પર ગંભીર આરોપો છે અને અદાલતના હુકમના અનુસંધાને એફ.આઇ.આર થયેલ છે તેવા આરોપી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને બચાવવા સૌ મેદાને પડયા છે ત્યારે ત્રીજા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ ફાજર ઇન્વેસ્ટિગેશનનો હુકમ કરેલ છે. અને પોલીસે ભરેલ સી સમરી ના મંજૂર કરેલ છે તેને મંજૂર કરાવવા અને ફાજર ઇન્વેસ્ટિગેશન પર ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી એકતરફી મનાઈ મેળવીને ઇન્વેસ્ટિગેશન અટકાવી ન્યાયિક પ્રક્રિયાને તે જ સાધન બનાવી આરોપી અમિત શિવલાલ ચાવડાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જિલ્લા અગ્રમતે ત્રીજા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમને કાયદેસરનો ઠેરવીને સરકાર દ્વારા દાખલ કરેલ રિવિઝન ઠરાવી દીધી હતી. તે સાથે જિલ્લા અદાલતે ઠરાવ્યું કે ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો સી સમરી ફગાવી દેવાનો અને ફાજર ઇન્વેસ્ટિગેશનનો હુકમ સ્થાપિત ન્યાયના સિદ્ધાંતને અનુસર છે. વધુમાં નામદાર અદાલતે એમ પણ હુકમ કર્યો કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને આ હુકમ થયેલથી આવનાર ૩૦ દિવસમાં ફાજર ઇન્વેસ્ટિગેશનના હુકમમાં અદાલત જે માર્ગદર્શન અને સૂચન કરેલ છે તે મુજબ તપાસ કરીને જે-તે અદાલતમા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
અત્રે નોંધવું રહ્યું કે જિલ્લા અદાલતે ડી.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ તપાસ થાય તે સંધાનમાં હુકમ નાંખવા માન્ય કરેલ નથી. ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ જણાવ્યુ કે ધારાસભ્ય દુષ્યંત પટેલથી માંડીને તમામ રાજકારણીઓ, અધિકારીઓ, પોલીસ તંત્ર નગરપાલિકાના પ્રમુખને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ કાયદાની ન્યાયિક ચુકાદાની જાળમાંથી બચી શકશે નહીં સાથે તેમણે વર્તમાન રાજ્યના કાયદા મંત્રી અને ગૃહમંત્રીને અમિત ચાવડા અંગે ન્યાય કરવા અપીલ કરી હતી.