Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વરેડિયા – નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યુવાનનુ મોત.

Share

ભરૂચ જિલ્લાના વરેડિયા – નબીપુર રેલવે સ્ટેશન વચ્ચે એક અજાણ્યો યુવાન કોઇપણ ટ્રેનમાથી પડી જતા તેનુ મોત નિપજવા પામયુ હતુ. બનાવની પોલિસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગતરોજ તા.૬/૧૨/૨૦૨૧ ના રોજ રાત્રીના ૮-૧૫ કલાકના સુમારે નબીપુ્ર – વરેડિયા રેલવે સ્ટેશન વચ્ચે કિ.મિ. ૩૪૩ પર ડાઉન રેલવે લાઈન પર એક અજાણ્યો ૩૦ વર્ષના આશરાનો યુવાન ડાઉન રેલવે લાઇન પાસે  ટ્રેનમાથી પડી જતા તેનો ડાબો હાથ ખભાના ભાગેથી કપાઇ જતા તથા તેના શરીરે થયેલ ગભીર ઇજાઓના કારણે તેનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યુ હતું.

મરનાર યુવાને કાળા સફેદ રંગની અડધી બાયની જરસી તથા કાળા રંગનુ પેન્ટ પહેરેલ છે. બનાવની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકે થતા એ. એસ. આઇ. વસંતકુમાર ચંદુભાઇએ ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાલીવારસોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલિસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થતાં વડોદરાના રાણા પરિવાર એ આવેદન આપી ન્યાયની કરી માંગ.

ProudOfGujarat

પંચમહાલની ઔઘોગિક વસાહતોમાં કામદારોને પગાર ન અપાતો હોવાને લઇને કોંગ્રેસનું આવેદન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બીપીએલ નું સર્વે કરી યોગ્ય વ્યક્તિઓને લાભ આપવા ધારાસભ્યની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!