ભરૂચ નજીક નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં છલાંગ મારી આત્મહત્યા કરવા અંગેના બનાવો ઉપરાછાપરી બનવા માંડ્યા હતાં તેમજ અકસ્માતના બનાવો વધતા તંત્ર દ્વારા બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેથી આત્મહત્યાના બનાવો અને અકસ્માતના બનાવો નિયત્રંણમાં લાવી શકાય.
જુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ગોલ્ડન બ્રિજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. પરિણામે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં.જેથી નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરાયું હતું. પરંતું નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં છલાંગ મારી આત્મહત્યા કરવામાં આવી હોય તેવા કરુણ બનાવો વધુ બનવા માંડ્યા હતાં સાથે જ અકસ્માતોના બનાવ પણ ખૂબ વધી ગયા હતાં. આવા બનાવો પર અંકુશ અને નિયત્રંણ મુકવા તેમજ સેલ્ફી ઝોન બની ગયેલા નર્મદામૈયા બ્રિજની દેખરેખ રાખવા સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જેનાથી આત્મહત્યાના બનાવો અને અકસ્માતના બનાવો પર નિયંત્રણ લાવી શકાશે તેવી તંત્રની ગણતરી છે.