ભરૂચ ખાતે ક્રિકેટનું આધુનિક અને પદ્ધતિસરનું કોચિંગ ઉપલબ્ધ થયુ. ભરૂચ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓને હવે ક્યા રમવા જવુ તેવી સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. ઘર આંગણે જ ક્રિકેટનું અદ્યતન કોચિંગ મળી શકે એવા રિચિ એકેડમીનો શુભારંભ કરાયો હતો.
ભરૂચ નજીક આવેલ મધુરમ પાર્ટી પ્લોટ ખાતે રીચી એકેડેમીનો આરંભ કરવામાં આવ્યો છે. ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ મધુરમ પાર્ટી પ્લોટ ખાતે રિચિ એકેડમીનો ઉદ્ઘાટન સમારોહમાં ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસીસીએશનના પ્રેસિડેન્ટ અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુથ ફોર ગુજરાત એન્ડ સુરત ડિસ્ટ્રીકટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ જીગ્નેશ પાટીલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.
આ પ્રસંગે ભરૂચ ખાતે આવા અદ્યતન એકેડેમીની સ્થાપના અંગે સૌએ નિશાંત મોદી અને રીચી દેસાઈને અભિનંદન પઠવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ ભરૂચના આંગણે નિશાંત મોદી, રિચી દેસાઈ અને તેમની ટીમ દ્વારા આધુનિક સુવિધાથી સજ્જ એકેડમીનો આરંભ થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લાનું નામ રોશન કરનાર દિવ્યાંગ ક્રિકેટ ટીમના સભ્યોનું સન્માન કરી ક્રિકેટ કીટ એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા,ઉપસ્થિત રહ્યા હતાં.