ભરૂચ જિલ્લામાં આવનાર તા 19/12/21 ના રોજ ગામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યા રે આ પંચાયતી ચૂંટણી માટે શનિવારે તા.4/12/21 ના રોજ ઉમેદવારી પત્રકો ભરવાના અંતિમ દિવસે જે રાજકીય ચિત્ર તૈયાર થયું છે તે જોતા એમ કહી શકાય કે જિલ્લામાં યોજાનાર પંચાયતી ચૂંટણી અંગે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે. ભરૂચ જિલ્લામાં કુલ 483 ગ્રામ પચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાનાર છે સાથે જ 20 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાનાર છે. તેની સામે જિલ્લામાં સરપંચ પદ માટે 1789 ઉમેદવારૉ તો વોર્ડના સભ્યો માટે 9187 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે.
જોકે આવનાર તા. 7/12/21ના રોજ ઉમેવાદવારી પરત ખેંચવા અંગેની અંતિમ તારીખ છે. ત્યારબાદ જિલ્લામાં સાચું અને વાસ્તવિક ચિત્ર શુ છે તે ગામ પંચાયતની ચૂંટણી અંગે જાણી શકાશે એમ લાગી રહ્યું છે. જોકે હાલના દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચ જિલ્લામાં થયેલ ઝડપી ઔદ્યોગિક વિકાસ બાદ ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ સધાતા ગ્રામ્ય વિસ્તારના રહીશો પંચાયતી રાજકારણમાં વધુ સક્રિય થઈ રહ્યા છે.
સરપંચ અને વોર્ડના સભ્યો અંગેની ચૂંટણીના ઉમેદવારો માહિતી……
તાલુકા – સરપંચ – વોર્ડ
જંબુસર – 291 – 1180
આમોદ – 143 – 673
ભરૂચ – 242 – 1449
વાગરા – 193 – 938
અંકલેશ્વર – 141 – 838
હાંસોટ – 97 – 421
ઝઘડિયા – 303 – 1579
નેત્રંગ – 159 – 920
વાલિયા – 220 – 1189
કુલ – 1789 – 9187
સામાન્ય પંચાયત અને પેટા ચૂંટણી અંગેની માહિતી…
તાલુકો – સામાન્ય – પેટા
જંબુસર – 69 – 0
આમોદ – 44 – 1
ભરૂચ – 77 – 7
વાગરા – 60 – 1
અંકલેશ્વર – 43 – 5
હાંસોટ – 36 – 4
ઝઘડિયા – 74 – 2
વાલિયા – 45 – 0
નેત્રંગ – 35 – 0
કુલ – 483 – 20