ભરૂચ જીલ્લામાં આવનાર તા.19/12/21 ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવાને લઇ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આગામી સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને મંગળવારે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનો સ્પષ્ટ ચિતાર જોવા મળશે.
ભરૂચ જીલ્લામાં કુલ 483 સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તેમજ 20 પેટા ચૂંટણી યોજાનાર છે આ અંગે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાના પગલે ભરૂચ જીલ્લાનાં ભરૂચ સહિત અન્ય તાલુકા મથકોએ ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જણાય હતી. આવી પરિસ્થિતિના પગલે ભરૂચ જીલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાના પગલે આજે જેમના ફોર્મ ભરાયા છે તેઓ ચૂંટણીના ઉમેદવારી પત્રક તા.7/12/21 સુધી પરત ખેંચી શકશે પરંતુ વધુ ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે નહીં એટલે એમ કહી શકાય કે આજે જે ઉમેદવારી પત્રક ભરાયા છે તે ઉમેદવારોમાં હવે પછી ચૂંટણી જંગમાં વધુ ઉમેદવારો ઉમેરો થશે નહીં.