Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની થવા કોલેજમાં અભ્યાસ કરતી પરમજીત રાઠોડે બોક્સીંગમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતેની કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી બોક્સીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી થવા કોલેજનું ગૌરવ વધારતા વિધાથીઆલમ સહિત કોલેજ પરીવારમાં આનંદની સાથે ગૌરવની લાગણી ફરી વળી છે.

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ નુતન ગ્રામ વિધ્યાપીઠ કોલેજમાં અભ્યાસ કરતી રાઠોડ પરમજીતે તા. ૨૭, ૨૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે યોજાયેલ બોક્સીંગ સ્પર્ધાના મહિલા વિભાગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી થવા બી. આર. એસ કોલેજનું તેમજ સમગ્ર નેત્રંગ તાલુકાંનુ ગૌરવ વધારતા તાલુકામાં આનંદની લાગણી ફેલાઇ છે. રાઠોડ પરમજીત એક ગરીબ પરીવારની દિકરી છે, તેણે ચાર વર્ષ થવા એકલવ્ય સાધના ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કર્યો હતો તેમજ બે વર્ષથી થવા કોલેજમાં અભ્યાસ કરે છે. પરમજીત રાઠોડે અત્યાર સુધીમાં નવ જેટલી સ્કુલ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ખેલમહાકુંભમાં છેલ્લા પાંચ વર્ષથી રાજયકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચના માંચ ગામ ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૦ મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!