Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ, ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા.

Share

આગામી 19 ડિસેમ્બરના રોજ ગુજરાતમા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ જોરદાર ચૂંટણી માહોલ જામ્યો છે. જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને 12 સભ્યોની ચૂંટણી થવા જઈ રહી છે. શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે ગામમાં સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ભરૂચ તાલુકા પંચાયતની કચેરી ખાતે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉમટી પડેલા સમર્થકો જોઈને ઉમેદવારો પણ ખુબ જ ઉત્સાહિત જણાય રહયા હતા. ફોર્મ ચકાસણી પછી ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમય પછી જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે કે કેટલા વોર્ડમાં ચૂંટણી થશે કે કેટલા વોર્ડ બિનહરીફ થશે.

આ ફોર્મ ભરવાની પ્રક્રિયા મનરેગા શાખા, તાલુકા પંચાયત ભરૂચમાં ક્રમાંક 10 મા થઈ રહી છે જેમાં ચૂંટણી અધિકારી તરીકે મહેશભાઈ કે. ગોહિલ, આંકડા મદદનીશ અને નાયબ ચૂંટણી અધિકારી તરીકે કુલદીપસિંહ દરબાર, જુ. ક્લાર્ક પોતાની ફરજ બજાવી રહયા છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : નીલકંઠ નગર ઝુંપડપટ્ટી તરફ જવાના રસ્તા પર મોટરકારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના કિડની અને લીવરનું દાન કરાયું.

ProudOfGujarat

નડિયાદના ટેબલ ટેનિસ નિવાસી એકેડમીના ખેલાડીઓની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પસંદગી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!